ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ઝખાર્યા 5

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1ત્યારે મેં પાછા ફરીને મારી આંખો ઊંચી કરીને જોયું, તો મેં એક ઊડતું ઓળિયું જોયું.
2દૂતે મને કહ્યું, “તું શું જુએ છે? “મેં જવાબ આપ્યો, “હું એક ઊડતું ઓળિયું જોઉં છું, તે વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”
3ત્યારે તેણે મને કહ્યું, “આ તો આખા દેશની સપાટી પર આવનાર શાપ છે, કેમ કે, તેના કહ્યા પ્રમાણે ચોરી કરનાર દરેકનો નાશ કરવામાં આવશે, ખોટા સમ ખાનાર દરેક માણસને તેના કહ્યા પ્રમાણે નાશ કરવામાં આવશે.”
4સૈન્યોના યહોવાહ કહે છે, ‘હું તેને બહાર મોકલી દઈશ,’ ‘તે ચોરના ઘરમાં અને મારા નામના જૂઠા સમ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો તેનાં લાકડાં તથા પથ્થરો સહિત નાશ કરશે.’ ”
5પછી મારી સાથે વાત કરનાર દૂતે બહાર આવીને મને કહ્યું, “તારી આંખો ઊંચી કરીને જો આ શું બહાર આવે છે?
6મેં કહ્યું, “તે શું છે?” તેણે કહ્યું, “ટોપલામાં જે આવે છે તે એફાહ છે. આ આખા દેશના લોકોનાં પાપો છે.
7પછી ટોપલા પરથી સીસાનું ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રી જોવામાં આવી.
8દૂતે કહ્યું, “આ દુષ્ટતા છે.” અને તેણે તે સ્ત્રીને પાછી ટોપલાની અંદર નાખી દીધી અને તેણે તેના પર સીસાનું ઢાંકણ મૂકી દીધું.
9મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ બે સ્ત્રીઓ મારી પાસે આવતી હતી, તેઓની પાંખોમાં પવન હતો કેમ કે તેઓની પાંખો બગલાની પાંખો જેવી હતી. તેઓએ તે ટોપલાને પૃથ્વી તથા આકાશની વચ્ચેથી ઊંચકી લીધો.
10પછી મેં મારી સાથે વાત કરનાર દૂતને કહ્યું, “તેઓ ટોપલાને ક્યાં લઈ જાય છે?”
11તેણે મને કહ્યું, “શિનઆર દેશમાં, ત્યાં તેને માટે સભાસ્થાન બાંધવાનું છે, જ્યારે તે તૈયાર થશે ત્યારે તે ટોપલાને ત્યાં તેના તૈયાર કરેલા સ્થાને સ્થાપિત કરશે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.