ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યહોશુઆ 15

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.
2તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.
3ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશ બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.
4ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી.
5યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી.
6તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.
7પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન-શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.
8પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ એટલે યરુશાલેમ સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.
9પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલાહ એટલે કિર્યાથ-યારીમ સુધી અંકાયેલી હતી.
10પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાહથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની એટલે કસાલોન ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
11તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.
12પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
13યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા અનાકનો પિતા હતો.
14અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
15તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.
16કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”
17કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.
18જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના ગધેડા પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?”
19આખ્સાહએ ઉત્તર આપ્યો, “મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
20આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
21અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
22કિના, દીમોના, આદાદા,
23કેદેશ, હાસોર, ઈથનાન,
24ઝીફ, ટેલેમ, બેઆલોથ;
25હાસોર-હદાત્તા, કરીયોથ હેસ્રોન એટલે હાસોર,
26અમામ, શેમા, મોલાદા,
27હસાર-ગાદ્દાહ, હેશ્મોન, બેથ-પેલેટ,
28હસાર-શૂઆલ, બેરશેબા, બિઝયોથ્યા.
29બાલાહ, લીમતથા એસેમ,
30એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
31સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
32લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
33પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;
34ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
35યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
36શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
37સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
38દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
39લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
40કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
41ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાહ તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
42લિબ્નાહ, એથેર તથા આશાન,
43યિફતા, આશના તથા નસીબ,
44કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
45એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
46એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
47આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
48પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
49દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,
50અનાબ, એશ્તમોઆ તથા આનીમ,
51ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
52અરાબ, દૂમા તથા એશાન,
53યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
54હુમ્ટા, કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
55માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
56યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
57કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
58હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
59મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
60કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
61અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
62નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
63પણ યરુશાલેમના રહેવાસી યબૂસીઓને યહૂદા કુળના લોકો કાઢી શક્યા નહિ; તેથી યબૂસીઓ આજ સુધી યહૂદા કુળની સાથે યરુશાલેમમાં રહે છે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.