ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગલાતીઓને પત્ર 3

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1ઓ અણસમજુ ગલાતીઓ, તમારી આંખો આગળ વધસ્તંભે જડાયેલા ઈસુ ખ્રિસ્તને સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હોવા છતાં તમને કોણે ભરમાવ્યા?
2તમારી પાસેથી હું એટલું જ જાણવા ઇચ્છું છું કે, તમે નિયમશાસ્ત્રનાં કાર્યોથી પવિત્ર આત્મા પામ્યા, કે વિશ્વાસથી સુવાર્તા સાંભળવાથી પામ્યા?
3શું તમે એટલા બધા અણસમજુ છો?, કે આત્મા વડે આરંભ કરીને હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો?
4શું તમે એટલા બધાં સંકટ નકામાં સહ્યાં? જો કદાપિ નકામાં હોય તો.
5એ માટે જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં પરાક્રમી કામો કરે છે, તે શું નિયમશાસ્ત્રનાં કાર્યોને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે?
6એ પ્રમાણે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે ન્યાયીપણા અર્થે ગણાયો.
7માટે જાણો કે જેઓ વિશ્વાસ કરે છે, તેઓ ઇબ્રાહિમનાં દીકરા છે.
8ઈશ્વર વિશ્વાસથી બિનયહૂદીઓને ન્યાયી ઠરાવશે, તે અગાઉથી જાણીને શાસ્ત્રવચને ઇબ્રાહિમને સુવાર્તા પ્રગટ કરી કે, તારા ધ્વારા સર્વ પ્રજાઓ આશીર્વાદિત થશે.
9એ માટે કે જેઓ વિશ્વાસ કરનારા છે, તેઓ વિશ્વાસુ ઇબ્રાહિમની સાથે આશીર્વાદ પામે છે.
10કેમ કે જેટલાં નિયમશાસ્ત્રનાં કાર્યો કરનારા છે તેટલાં શાપ નીચે છે, કેમ કે એમ લખ્યું છે કે, ‘નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી જે પાલન કરતો નથી, તે શાપિત છે.’ ”
11તો હવે એ સ્પષ્ટ છે કે નિયમશાસ્ત્રથી ઈશ્વરની આગળ કોઈ પણ ન્યાયી ઠરતું નથી, કેમ કે ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’ ”
12નિયમશાસ્ત્ર વિશ્વાસદ્વારા નથી પણ તેને બદલે, “જે કોઈ તેમાંની આજ્ઞાઓ પાળશે તે તેનાથી જીવશે.”
13ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને, નિયમશાસ્ત્રના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે લખેલું છે કે, ‘જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે, તે શાપિત છે;’
14એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં બિનયહૂદીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.
15ભાઈઓ, હું મનુષ્યની રીત પ્રમાણે કહું છું કે, મનુષ્યના સ્થાપિત થયેલા કરારને કોઈ રદ કરતો અથવા વધારતો નથી.
16હવે ઇબ્રાહિમને તથા તેનાં સંતાનને વચનો કહેવામાં આવ્યા હતાં અને તેનાં સંતાનોને જાણે ઘણાં વિષે ઈશ્વર કહેતાં નથી; પણ ‘તારા સંતાનને’, એમ એક વિષે કહે છે તે તો ખ્રિસ્ત છે.
17હવે હું આ કહું છું કે, જે કરાર ઈશ્વરે ખ્રિસ્તમાં અગાઉથી નક્કી કર્યો હતો તેના વચનને ચારસો ત્રીસ વરસ પછી આવેલ નિયમશાસ્ત્ર રદ કરી શકતું નથી.
18કેમ કે જો વારસો નિયમશાસ્ત્રથી છે, તો તે વચનથી નથી; પણ ઈશ્વરે વચનથી જ ઇબ્રાહિમને તે વારસો આપ્યો.
19તો નિયમશાસ્ત્ર શા માટે હતું? જેઓને ઇબ્રાહિમનું સંતાન આપવાનું વચન આપવામાં આવ્યું હતું તેઓની પાસે તે સંતાન આવે ત્યાં સુધી નિયમશાસ્ત્ર અપરાધોને લીધે આપવામાં આવેલું હતું; અને તે મધ્યસ્થની મારફતે, સ્વર્ગદૂતો દ્વારા ફરમાવેલું હતું.
20હવે મધ્યસ્થ તો માત્ર એકનો મધ્યસ્થ નથી, પણ ઈશ્વર એક છે.
21ત્યારે શું નિયમશાસ્ત્ર ઈશ્વરનાં આશાવચનોથી વિરુદ્ધ છે? કદી નહિ, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ જો આપવામાં આવ્યો હોત, તો નિશ્ચે નિયમશાસ્ત્રથી ન્યાયીપણું મળત.
22પણ શાસ્ત્રવચને બધાને પાપનાં બંધનમાં જકડ્યાં, કે આપણો બચાવ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી છે તે વચન વિશ્વાસ કરનારાઓને આપવામાં આવે.
23પણ આ વિશ્વાસ આવ્યા અગાઉ, તે વિશ્વાસ પ્રગટ થાય ત્યાં સુધી આપણે નિયમશાસ્ત્ર દ્વારા કૈદ કરાયેલા અને બંધનમાં હતા.
24એમ આપણને ખ્રિસ્તની પાસે પહોંચાડવા સારુ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું કે જેથી આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ.
25પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળશિક્ષકના હાથ નીચે નથી.
26કેમ કે તમે બધા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો.
27કેમ કે તમારામાંના જેટલાં ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાંએ ખ્રિસ્તને અપનાવી લીધા.
28માટે હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ દાસ નથી કે સ્વતંત્ર નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો.
29અને જો તમે ખ્રિસ્તનાં છો, તો તમે ઇબ્રાહિમનાં સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.